CAA-NRC વિરોધ: BJP જ્યાં જાય છે ત્યાં નફરત ફેલાવે છે, આસામને નાગપુરથી ચાલવા દઈશું નહીં -રાહુલ ગાંધી 

નાગરિકતા સંશોધન કાયદો (citizenship amendment act 2019) ને લઈને દેશભરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે કોંગ્રેસ (Congress) ના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) અને પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) એ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. આજે કોંગ્રેસનો 135મો સ્થાપના દિવસ છે. દેશભરમાં કોંગ્રેસ CAA અને NRCના વિરોધમાં કૂચ કરી રહી છે. લખનઉમાં આવી એક કૂચનું નેતૃત્વ પ્રિયંકા ગાંધીએ કર્યું જ્યારે રાહુલ ગાંધીએ આસામના ગુવાહાટીમાં નેતૃત્વ કર્યું.

CAA-NRC વિરોધ: BJP જ્યાં જાય છે ત્યાં નફરત ફેલાવે છે, આસામને નાગપુરથી ચાલવા દઈશું નહીં -રાહુલ ગાંધી 

ગુવાહાટી:  નાગરિકતા સંશોધન કાયદો (citizenship amendment act 2019) ને લઈને દેશભરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે કોંગ્રેસ (Congress) ના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) અને પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) એ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. આજે કોંગ્રેસનો 135મો સ્થાપના દિવસ છે. દેશભરમાં કોંગ્રેસ CAA અને NRCના વિરોધમાં કૂચ કરી રહી છે. લખનઉમાં આવી એક કૂચનું નેતૃત્વ પ્રિયંકા ગાંધીએ કર્યું જ્યારે રાહુલ ગાંધીએ આસામના ગુવાહાટીમાં નેતૃત્વ કર્યું. રાહુલ ગાંધીએ કહ્યું કે મોદી સરકાર દેશમાં નફરતનો માહોલ બનાવી રહી છે. અમે ભાજપ (BJP) અને આરએસએસ (RSS)ને આસામની સંસ્કૃતિ, ભાષા, ઈતિહાસ પર આક્રમણ કરવા દઈશું નહીં. આસામને નાગપુર અને આરએસએસ ચલાવશે નહીં. અહીંની જનતા ચલાવશે. આ સાથે જ રાહુલ ગાંધીએ આ માહોલ (સીએએનો વિરોધ)ને નોટબંધી નંબર 2 ગણાવ્યો. 

ગુવાહાટીમાં રાહુલ ગાંધી (Rahul Gandhi) એ કહ્યું કે આવો માહોલ કેમ છે? હું જણાવવા માંગુ છું કે કેમ છે કારણ કે તેમનો (ભાજપની સરકાર) લક્ષ્યાંક છે કે આસામની જનતાને લડાઓ...હિન્દુસ્તાનની જનતાને લડાઓ. તેઓ જ્યાં પણ જાય છે ત્યાં ફક્ત નફરત ફેલાવે છે. પરંતુ આસામ નફરતથી આગળ વધશે નહીં. ગુસ્સાથી આગળ નહીં વધે. તે પ્રેમથી આગળ વધશે. 

કેન્દ્ર પર આકરા પ્રહારો કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદીએ નોટબંધી, જીએસટી લાવીને અર્થવ્યવસ્થા બરબાદ કરી. ભારત માતાને ચોટ પહોંચાડી. તેમનું કામ ફક્ત નફરત ફેલાવવાનું છે. પીએમ મોદી જણાવે કે કેટલા લોકોને રોજગારી આપી. આપણા યુવાઓ ભટકી રહ્યાં છે. હવે આસામમાં યુવાઓ પ્રદર્શન કરી રહ્યાં છે. સમગ્ર દેશમાં આ માહોલ છે. તેમને ગોળી મારવામાં આવી રહી છે. જનતાનો અવાજ ભાજપ સાંભળવા માંગતો નથી. તમારા અવાજથી ડરે છે, કચડવા માંગે છે, યુવાઓને મારવા માંગે છે. 

આ VIDEO પણ ખાસ જુઓ...

રાહુલે વધુમાં કહ્યું કે પીએમ મોદીએ નોટબંધીને કાળા નાણા સામેની લડાઈ ગણાવી. તમને લાઈનમાં ઊભા રાખ્યાં અને 3 લાખ 50 હજાર કરોડ રૂપિયા 15-20 અમીરોને હવાલે કરી દીધી. તેમના કરોડોના દેવા માફ કર્યાં. ખેડૂતોના કેટલા દેવા માફ કર્યા તે બતાવે. 

આસામના લોકોને એક થવાની અપીલ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે તમારે બધાએ એક થવું પડશે. ભાજપના નેતાઓને બતાવવું પડશે કે તમે અમારી સંસ્કૃતિ, અમારા ઈતિહાસ પર આક્રમણ કરી શકો નહીં. આપણે બધા એક છીએ અને સાથે મળીને રહીશું. અમારી વચ્ચે નફરત પેદા કરી શકશો નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news